સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, આંગડિયા પેઢીના કર્મચારીનું મોત

Update: 2020-01-21 17:05 GMT

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારી ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

ખેડબ્રહ્મા શહેરના માણેક ચોક વિસ્તાર નજીક મુખી

માર્કેટમાં આવેલી એન.માધવલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીનું

હાલમાં જ ગત તા. ૧લી ડિસેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં કામ કરતો કર્મચારી કિરણ નાયક બપોરના

સુમારે પેઢીનું કામ પતાવી ચાલતો ચાલતો સરદાર પટેલ રોડથી બસ સ્ટેન્ડ તરફ જતો હતો, તે દરમ્યાન જનતા બેંક નજીક સ્વિફ્ટ ડિઝાયર કારમાં લૂંટના ઇરાદે ધસી આવેલા કેટલાક

અજાણ્યા ઇસમોએ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી બેગ ઝૂંટવાનો પ્રયાસ કર્યો

હતો. જેમાં ઝપાઝપી થતાં લૂંટારુઓને લૂંટ ચાલાવવામાં

સફળતા ન મળતા કિરણ નાયક ઉપર 2 રાઉન્ડ ફાયરિંગ કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ફાયરિંગનો

અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવી કિરણ નાયકને તાત્કાલિક સારવાર

અર્થે શહેરની જનરલ હોસ્પિટલ ખસેડતા હાજર તબીબે તેઓને મૃત જાહેર

કર્યો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં જ સાબરકાંઠા ડીવાયએસપી, એલસીબી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી

આવ્યો હતો. હાલ પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની

આશંકાએ લૂંટની થિયરી પર ધ્યાન કેન્દ્રિત કરી ઘટના સ્થળની નજીકમાં લાગેલા

સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા લૂંટારુઓને વહેલી તકે ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News