સાબરકાંઠા: લગ્નના ચાંદલામાં આવેલ રકમ રામ જન્મભૂમિના નિર્માણ માટે અપાશે, જુઓ પ્રસંગને રાષ્ટ્રભાવના સાથે જોડાવાનો પ્રયાસ

Update: 2021-02-08 06:58 GMT

સાબરકાંઠાના હિંમતનગરમાં બેરણા રોડ પર રહેતા અપરણિત યુવાને પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે રીતરિવાજ મુજબ સગા વ્હાલા દ્વારા કરાતા ચાંદલાની રકમને રામ મંદિરના નિર્માણ માટે આપવાનો સંકલ્પ કરી પ્રસંગ અને સમાજને રાષ્ટ્રભાવના સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

લગ્ન પ્રસંગને યાદગાર બનાવનાર હિંમતનગરમાં રહેતા શિક્ષિત અને સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી ધરાવતા સચિન જનક્ષત્રિય ના સમાજના રીતરિવાજ મુજબ લગ્ન હિન્દુ વિધિથી કરવાનું નક્કી કર્યું છે. જોકે તેની જીવન સંગીની તરીકે પણ આરોગ્યના વ્યવસાય સાથે સંકળાયેલી એક શિક્ષિત યુવતી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તો બીજી તરફ હિન્દુઓના પવિત્ર આસ્થા સમાન રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ નવયુગલે એવું નક્કી કર્યું છે કે લગ્નમાં સમાજના રીતરિવાજ મુજબ સગાઓ જે ચાંદલા રોકડ સ્વરૂપે આપશે તે તમામ રકમ રામ મંદિરના નિર્માણ કાર્ય માટે સુપ્રત કરી પોતાના લગ્નને યાદગીરીરૂપી સ્મૃતિ બનાવશે. તો પુત્ર પણ માતા-પિતાએ લીધેલા નિર્ણયથી ખુશ છે. હિમતનગરમાં જનક્ષત્રિય પરિવાર પોતાના પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની રકમને શ્રીરામ મંદિરના નિર્માણમાં નિધિ તરીકે આપવાના છે તે માટે તેઓએ અગાઉ થી લગ્ન પત્રિકામાં પણ પોતાના આ સંકલ્પને સ્થાન આપી નોધ કરી છે.

Tags:    

Similar News