સાવલી : તુલસીપુરાના મહિલા સરપંચ જાતે માસ્ક બનાવી તેનું કરે છે વિતરણ

Update: 2020-05-24 10:03 GMT

વડોદરા જિલ્લાના સાવલીના તુલસીપુરા ગામના આદિવાસી મહિલા સરપંચે કોરોનાની મહામારીમાં ઉમદા કાર્ય કર્યું છે. લોકો વાયરસના સંક્રમણથી બચી શકે તે માટે તેઓ જાતે માસ્ક બનાવી રહયાં છે. માસ્કની સાથે તેઓ સેનીટાઇઝરનું પણ વિતરણ કરી રહયાં છે. 

કોરોના વાયરસની મહામારીમાં શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં વધારે જાગૃતિ જોવા મળી રહી છે. સાવલી તાલુકાના તુલસીપુરા ગામના આદિવાસી સરપંચ સીમાબેન તલાવીયા અનોખું કાર્ય કરી રહયાં છે. તેઓ જાતે માસ્ક બનાવી તેને ગામલોકોને વિના મુલ્યે આપી રહયાં છે. લોકોને કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે સેનીટાઇઝર પણ આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં નાના ગામડાઓમાં સરકારી મદદ મોડી પહોંચતી હોય છે ત્યારે સીમાબેનના કાર્યને ગામલોકો બિરદાવી રહયાં છે. 

Tags:    

Similar News