રાહુલ ગાંધીનું નિવેદન એમનાં સંસ્કારોનો પરિચય કરાવે છેઃ સ્મૃતિ ઈરાની

Update: 2018-09-21 07:59 GMT

પ્રધાનમંત્રી મોદીને રાહુલે ચોર કહેતા સ્મૃતિ ઇરાણીએ રાહુલ ગાંધી પર વાર કરતાં કહ્યું કે,"ઉનકે સંસ્કાર કા પરિચય હે".

સુરત કન્વેન્સન સેન્ટરમાં સોર્સ ઈન્ડીયા દ્વારા ટેકસટાઇલ ઉદ્યોગ ને પ્રોત્સાહન મળે તે માટે એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાણી કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા.

કાર્યક્રમમાં 34 દેશોના બાયર્સ અને 100 ટેકસટાઇલ કંપનીએ ભાગ લીધો હતો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા સોર્સ ઇન્ડિયા પ્રદર્શનને સ્મૃતિ ઈરાનીએ ખુલ્લો મુક્યો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="66163,66164,66165,66166,66167,66168,66169,66170,66171,66172,66173"]

પ્રધાનમંત્રી મોદીને રાહુલે ચોર કહ્યા પર ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું હતું એકબાજુ રાહુલ ગાંધી પાર્લિયામેન્ટ માં મોદીને ગળે ભેટે છે. બીજી બાજુ મોદીને ચોર કહે છે. એ એમના સંસ્કારો બતાવે છે.

સુરત ખાતે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત સોર્સ ઈન્ડીયા 2018 કાર્યક્રમમાં ટેક્ષટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપવા પહોંચ્યા હતા. મંત્રી સ્મૃતિનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. રૂપિયા 600 કરોડની ક્રેડિટ લેપ્સ મામલે કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય નહિં લેતા કાર્યક્રમ સ્થળની બહાર કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાળા અને વિવર્ષો એ સ્મૃતિ ઇરાનીની હાય હાય બોલાવી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ કાફલો આવી અશોક જીરાવાળા સહિત અન્ય સભ્યોની અટકાયત કરવામાં આવી હતી.

Tags:    

Similar News