AFG vs SL: T20 વર્લ્ડ કપમાંથી અફઘાનિસ્તાન બહાર, શ્રીલંકાએ 6 વિકેટે મેળવી જીત

T20 વર્લ્ડ કપની 32મી મેચ મંગળવારે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Update: 2022-11-01 08:03 GMT

T20 વર્લ્ડ કપની 32મી મેચ મંગળવારે બ્રિસ્બેનમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 18.3 ઓવરમાં ચાર વિકેટે 148 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના તરફથી ધનંજય ડી સિલ્વાએ સૌથી વધુ અણનમ 66 રન બનાવ્યા હતા. તેની 42 બોલની ઇનિંગમાં તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 25, ચરિત અસલંકાએ 19, ભાનુકા રાજપક્ષે 18 અને પથુમ નિસાન્કાએ 10 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન દાસુન શનાકા ખાતું ખોલાવ્યા વગર અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી ત્રણ વિકેટ લેનાર વાનિન્દુ હસરાંગાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News