BCCIની હાર્દિક પંડ્યાને સલાહ, હવે ડોમેસ્ટિક ક્રિકેટમાં ફિટનેસ અને ફોર્મ સાબિત કરો પછી જ મળશે ટીમમાં સ્થાન

હાર્દિક ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવાનું રહેશે

Update: 2021-11-11 07:45 GMT

છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થતા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અંગે બીસીસીઆઈ અને સિલેક્ટર્સ આકરું વલણ અપનાવી રહ્યાં છે. હવે હાર્દિક ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવાનું રહેશે. તે પછી જ તેને ટીમમાં ફરી એન્ટ્રી મળશે.હાર્દિકને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાંથી બહાર કરવામાં આવ્યો છે.આગામી ટી-20 વર્લ્ડ કપ માત્ર 1 વર્ષ દૂર છે. સિલેક્ટર્સ બોલિંગ ઓલરાઉન્ડર્સની સ્થિતિ માટે 4 થી 5 ખેલાડીઓની પસંદગી અને તૈયાર કરવા પર ફોક્સ કરી રહ્યાં છે.

બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે,'હાર્દિક પંડ્યાને ટીમની બહાર કરાયો છે. જો તેણે ટીમમાં ફરી સ્થાન મેળવવું છે તો તેણે ફોર્મ અને ફિટનેસ સાબિત કરવા પડશે.હાર્દિક માત્ર બેટર તરીકે ટીમમાં ફિટ બેસતો નથી. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા અંગે કહેવામા આવશે અને જો તેણે ટીમમાં ફરી સ્થાન મેળવવું હોય તો તેને ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરવાનું રહેશે.' ટી-20 વર્લ્ડ કપમાં હાર્દિક 5 મેચમાં માત્ર 69 રન કર્યા હતા. તેણે માત્ર 4 ઓવર બોલિંગ કરી અને એક પણ વિકેટ ઝડપી નહોતી.આમ આ ગુજ્જુ ખેલાડીને હવે ફરી પોતાનું ફોર્મ દેખાડવું પડશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે

Tags:    

Similar News