Breaking-T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયા સેમી ફાયનલની રેસમાંથી બહાર ફેંકાય,ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવ્યું

આજે ન્યૂઝીલેન્ડ વર્સિસ અફઘાનિસ્તાનની મેચ ખેલાઈ આ મેચનું મહત્ત્વ ભારત માટે ખાસ હતું. ટી-20 વર્લ્ડકપની આ મેચ ભારતને

Update: 2021-11-07 13:10 GMT

આજે ન્યૂઝીલેન્ડ વર્સિસ અફઘાનિસ્તાનની મેચ ખેલાઈ આ મેચનું મહત્ત્વ ભારત માટે ખાસ હતું. ટી-20 વર્લ્ડકપની આ મેચ ભારતને આગળનો રસ્તો અપાવી શકે તેમ હતી. આ મેચ વર્લ્ડકપમાં આ મેચ ભારતનું ભવિષ્ય નક્કી કરી ચુકી છે. પોઇન્ટ ટેબલની દૃષ્ટીએ જોઈએ તો ન્યૂઝીલેન્ડ ભારતથી બે પોઇન્ટ પર આગળ હતું એટલે ભારતની તમામ આશાઓ આ મેચ પર ટકેલી હતી. ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મેચના પરિણામ પર આધાર રાખવો પડે તેમ હતો. જોકે, ન્યૂઝીસલેન્ડ સામેની આ મેચમાં અફઘાનિસ્તાનનો ધબડકો થઈ જતા ભારત માટે પારકી આશા સદા નિરાશા જેવું થયું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાન માત્ર 124 રન કરી શક્યું હતું. અફઘાનિસ્તાન આજની મેચમાં જીતી જાય તો ભારતને મોટો ફરક પડે તેમ હતો. ભારત નામિબિયા સામે મોટા માર્જીનથી જીત મેળવે તો નેટ રનરેટમાં ન્યૂઝીલેન્ડને પછાડી અને આગળ વધી શકે તેવી સ્થિતિ હતી. જો કે ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરી આ મેચમાં જીત મેળવતાની સાથે જ ટિમ ઈન્ડિયા ટ-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે

Tags:    

Similar News