ડાંગ : ફર્સ્ટ ઓપન નેશનલ તાઈકવોન્ડુ ચેમ્પિયનશિપ-દમણમાં આહવાના વિદ્યાર્થીઓએ કર્યો ઉત્કૃષ્ટ દેખાવ..

ધી માર્શલ આર્ટ એકેડમી-આહવાના કોચ પૃથ્વી વસંત ભોયે (બ્લેક બેલ્ટ)એ આ બાળકોને તાલીમ આપી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

Update: 2022-05-01 08:07 GMT

દમણ ખાતે યોજાયેલી ફર્સ્ટ ઓપન નેશનલ તાઈકવોન્ડુ ચેમ્પિયનશિપ-૨૦૨૨માં ડાંગ જિલ્લાના આહવાના બાળકોએ તાજેતરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ધી માર્શલ આર્ટ એકેડમી-આહવાના વિદ્યાર્થીઓ તેમજ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ-આહવામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કુલ ૪ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર, અને ૧ બ્રોન્ઝ મેડલો મેળવ્યા હતા.

ગોલ્ડ મેડલ મેળવનારાઓમા દેવેન્દ્ર બારિયા, આકાંશા શેંડે, પ્રદયુન બી ભોયે અને રાહુલ શિંદે તેમજ સિલ્વર મેડલ મેળવનારાઓમા ઈશિકા ડોબરીયા, ભૂપેન્દ્ર બારીયા, અન્વેષા ગાંગુર્ડે, અને અનન્યા જોશી સહિત અભિનવ નાયરે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ ચેમ્પિયનશિપમાં આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્યોના રમતવીરોએ ભાગ લીધો હતો.

ધી માર્શલ આર્ટ એકેડમી-આહવાના કોચ પૃથ્વી વસંત ભોયે (બ્લેક બેલ્ટ)એ આ બાળકોને તાલીમ આપી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.તેમજ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ આહવાના ટીચર કાજલ સરોલીયાએ, બાળકો સાથે રહી તેમને મોટીવેટ કર્યા હતા. આ સ્પર્ધાનું આયોજન, દમણ નિવાસી એલેક્સ થોમસ તેમજ વિકાસ વર્માએ કર્યુ હતું.

Tags:    

Similar News