FIFA WC 2022 : ઘાના સામેની મેચમાં રોનાલ્ડોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ..!

પોર્ટુગલના સ્ટાર સ્ટ્રાઈકર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચી દીધો છે. તે ફિફા વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

Update: 2022-11-25 05:20 GMT

પોર્ટુગલના સ્ટાર સ્ટ્રાઈકર અને કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈતિહાસ રચી દીધો છે. તે ફિફા વર્લ્ડ કપની પાંચ આવૃત્તિઓમાં ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ એક એવો રેકોર્ડ છે જે લિયોનેલ મેસી, મેરાડોના અને પેલે જેવા દિગ્ગજ પણ હાંસલ કરી શક્યા નથી. રોનાલ્ડોએ અગાઉ 2006, 2010, 2014, 2018 ફિફા વર્લ્ડ કપમાં પણ ગોલ કર્યા છે. ફિફા વર્લ્ડ કપમાં રોનાલ્ડોની આ 18મી મેચ હતી અને તેણે તમામ વર્લ્ડ કપમાં આઠમો ગોલ કર્યો હતો.

રોનાલ્ડો FIFA વર્લ્ડ કપમાં પોતાના દેશ માટે સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરનો ગોલ કરનાર ખેલાડી બન્યો હતો. એટલે કે તે પોર્ટુગલ માટે ફિફા વર્લ્ડ કપમાં સૌથી યુવા ગોલ સ્કોરર બની ગયો છે અને હવે ઘાના સામે ગોલ કરીને સૌથી મોટી ઉંમરનો ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી છે. આ પહેલા ક્રોએશિયાના ઈવિસા ઓલિચ અને ડેનમાર્કના માઈકલ લોડ્રુપ આ કામ કરી ચુક્યા છે.

રોનાલ્ડોએ મુખ્ય ટૂર્નામેન્ટ એટલે કે ફિફા વર્લ્ડ કપ અને યુરો કપ સહિત 14 મેચોમાં 13 ગોલ કર્યા છે. આ સિવાય તે ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપમાં પેનલ્ટી પર ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. મેચની 65મી મિનિટે રોનાલ્ડોને ઘાનાના બોક્સની અંદર સાલિસુ દ્વારા નીચે લાવવામાં આવ્યો અને ફાઉલ કરવામાં આવ્યો. તેના પર રેફરીએ પોર્ટુગલને પેનલ્ટી ઓફર કરી હતી. પોર્ટુગલના કેપ્ટને ગોલ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ તેનો 118મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. આંતરરાષ્ટ્રીય ગોલના મામલે તે નંબર વન છે.

Tags:    

Similar News