GTએ જીતની હેટ્રીક લગાવી..! હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ

ગુજરાતે જીતની હેટ્રિક લગાવી, ટેબલ ટોપર બન્યું:હોમ ગ્રાઉન્ડ પર કોલકાતાને 7 વિકેટે હરાવ્યું, વિજયની શાનદાર ફિફ્ટી; મિલરના 18 બોલમાં 32 રન

Update: 2023-04-29 14:54 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચમાં પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રમાઈ હતી જેમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ ગુજરાત પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ટીમના હવે 6 જીત સાથે 12 પોઇન્ટ્સ થઈ ગયા છે.

ગુજરાતને 180 રનના ટાર્ગેટને 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી સૌથી વધુ વિજય શંકરે શાનદાર ઇનિંગ રમતા 24 બોલમાં 51* રન ફટકાર્યા હતા. તો શુભમન ગિલે 35 બોલમાં 49 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 18 બોલમાં 32 રન ફટકાર્યા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલ, હર્ષિત રાણા અને સુનીલ નારાયણને 1-1 વિકેટ મળી હતી.

Delete Edit

વરુણ ચક્રવર્તીની ઓવરમાં વિજય શંકરે ત્રણ સિક્સર ફટકારી અને મિલર સાથે 24 રન જોડ્યા હતા. આ પછી મેચ ગુજરાતની તરફ જતી રહી હતી. જરૂરી રન રેટ 17 ઓવર પછી 4.6 પર પહોંચી ગયો હતો. ડેવિડ મિલર અને વિજય શંકરે 39 બોલમાં 87 રનની વિસ્ફોટક ભાગીદારી કરીને મેચને ગુજરાતની તરફેણમાં ફેરવી દીધી હતી. આ પહેલા ગિલ 49 રન બનાવીને આઉટ થયો હતો.

Tags:    

Similar News