IND vs AUS : સૂર્યકુમાર યાદવ સતત ત્રણ મેચમાં ગોલ્ડન ડક પર થયો આઉટ, શરમજનક યાદીમાં સામેલ

T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.

Update: 2023-03-23 07:46 GMT

T20માં વિશ્વનો નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુધવારે સતત ત્રીજી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ત્રીજી વનડેમાં પણ તેને પ્રથમ બોલ પર આઉટ થતાં પેવેલિયન પરત જવું પડ્યું હતું. પ્રથમ બે મેચમાં જ્યાં સૂર્યા મિચેલ સ્ટાર્કના હાથે એ જ રીતે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.

ત્રીજી મેચમાં તે એશ્ટન અગરના હાથે બોલ્ડ થયો હતો. સૂર્યકુમારના ખરાબ ફોર્મની અસર એ થઈ કે હવે તેના વનડેમાં રમવા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્રીજી વનડે પહેલા કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે સૂર્યકુમાર હજુ પણ રમતની યુક્તિઓ શીખી રહ્યો છે. આ શ્રેણીમાં પણ શ્રેયસ અય્યરને ઈજાના કારણે પ્લેઈંગ-11માં જગ્યા મળી હતી, પરંતુ તે પોતાની સાથે ન્યાય કરી શક્યો ન હતો. ત્રીજી વનડેમાં ભારતીય ઇનિંગ્સની 36મી ઓવરમાં સૂર્યકુમાર અગરના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. તે આઉટ થતાં જ ભારતનો સ્કોર છ વિકેટે 185 રન હતો.

કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું છે કે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને સૂર્યકુમાર ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. જો કે, સતત ત્રણ વન-ડેમાં શૂન્ય પર આઉટ થતાં સૂર્યકુમાર શરમજનક યાદીમાં સામેલ થયો છે. તે સતત ત્રણ વનડેમાં શૂન્ય પર આઉટ થનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. તેની પહેલા સચિન તેંડુલકર (1994), અનિલ કુંબલે (1996), ઝહીર ખાન (2003-04), ઈશાંત શર્મા (2010-11) અને જસપ્રિત બુમરાહ (2017-19) આ કારનામું કરી ચુક્યા છે.

Tags:    

Similar News