Ind vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20 મેચમાં ભારત જીત, સૂર્યકુમાર યાદવે 62 રન બનાવ્યા

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 164 રન કર્યા છે.

Update: 2021-11-17 17:34 GMT

જયપુરમાં રમાઈ રહેલી પહેલી T-20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 6 વિકેટના નુકસાને 164 રન કર્યા છે. આ ઈનિંગમાં માર્ટિન ગપ્ટિલ (70) કીવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેવામાં ઈન્ડિયન ટીમે 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 5 વિકેટથી મેચ જીતી લીધી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવે 62 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી છે

165 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્મા અને કે.એલ.રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 50 રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યારપછી ન્યૂઝીલેન્ડના સ્ટાર સ્પિનર મિચેલ સેન્ટનરે કે.એલ.રાહુલને પેવેલિયન ભેગો કર્યો હતો. 109 રન પર ઈન્ડિયન ટીમની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમાર યાદવ સાથે 59 રનની પાર્ટનરશિપ નોંધાવ્યા પછી રોહિત શર્મા પેવેલિયન ભેગો થયો હતો. ટ્રેંટ બોલ્ટે રોહિત શર્માને (48 રન) આઉટ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે 35 રનની પાર્ટનરશિપ પંત સાથે નોંધાવી હતી, ત્યાર પછી તેને ટ્રેંટ બોલ્ટે ક્લિન બોલ્ડ કર્યો હતો. આ ઈનિંગમાં સૂર્યકુમાર યાદવે 3 સિક્સ અને 6 ચોગ્ગા સાથે 40 બોલમાં 62 રન કર્યા હતા।

Tags:    

Similar News