IND VS NZ: શ્રેયસ ઐયરે ડેબ્યુ મેચમાં સદી ફટકારી,રેકોર્ડ નોંધાવનાર ભારતનો 16મો ખેલાડી બન્યો

કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે.

Update: 2021-11-26 06:51 GMT

કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે. આની સાથે જ તે ઈન્ડિયન ટીમ માટે ડેબ્યુ મેચમાં સદી નોંધાવનાર 16મો ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ દરમિયાન સદી મારવાના રેકોર્ડની શરૂઆત લાલા અમરનાથે કરી હતી. તેમણે 1933માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ ખાસ પ્રદર્શન કર્યું હતું. લાલા અમરનાથે આ મેચમાં 118 રન કર્યા હતા. પોતાની ડેબ્યુ મેચમાં શ્રેયસ અય્યરે 157 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની સાથે મેડન ટેસ્ટ સદી ફટકારી છે. શ્રેયસ અય્યર ડેબ્યુ મેચમાં સદી નોંધાવનારો ભારતનો 16મો અને વિશ્વનો 112મો ખેલાડી બની ગયો છે. આની સાથે જ અય્યર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડેબ્યુ મેચમાં સદી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. અય્યર 171 બોલમાં 105 રન કરી આઉટ થયો હતો. ઈન્ડિયન હેડ કોચ રાહુલ દ્રવિડે કોચ બન્યા પછી ઈન્ડિયન ટીમની જૂની પરંપરાને ફરીથી શરૂ કરી છે. હવે પૂર્વ ઈન્ડિયન લિજેન્ડ પ્લેયર દ્વારા ડેબ્યુ કરી રહેલા યુવા ખેલાડીને કેપ આપવામાં આવે છે. એવામાં કાનપુરમાં ટેસ્ટ ફોર્મેટમાં ડેબ્યુ કરી રહેલા શ્રેયસ અય્યરને સુનીલ ગાવસ્કરે કેપ આપી હતી, જ્યારે T20 મેચમાં હર્ષલ પટેલને અજિત અગરકરે ડેબ્યુ કેપ આપી હતી

Tags:    

Similar News