IND-W vs AUS-W T20: ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમની બીજી હાર..!

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ બુધવારે (14 ડિસેમ્બર) મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.

Update: 2022-12-15 05:09 GMT

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 5 મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ બુધવારે (14 ડિસેમ્બર) મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો 21 રને પરાજય થયો હતો. મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં સાત વિકેટે 151 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 5 મેચની શ્રેણીમાં 2-1થી આગળ થઈ ગઈ છે. ચોથી મેચ આ જ મેદાન પર 17 ડિસેમ્બરે રમાશે.

ભારતીય ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તે 41 બોલમાં 52 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શેફાલીએ પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જોકે શેફાલીની આ અડધી સદી વ્યર્થ ગઈ અને ટીમ ઈન્ડિયા 21 રને હારી ગઈ.

Tags:    

Similar News