IPL 2022 : સૂર્ય કુમારએ શાનદાર કેચ પકડવા છતાં પેટ કમિન્સ નોટ આઉટ.!, કમિન્સ બનાવ્યો આ રેકોર્ડ

આઈપીએલ 2022 સીઝનની 14 મેચો થઈ છે અને ચાહકોમાં ટૂર્નામેન્ટને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Update: 2022-04-07 10:32 GMT

આઈપીએલ 2022 સીઝનની 14 મેચો થઈ છે અને ચાહકોમાં ટૂર્નામેન્ટને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે સિરીઝ રમીને IPLમાં પરત ફરેલા ફાસ્ટ બોલર પેટ કમિન્સે આવતાની સાથે જ હંગામો મચાવી દીધો છે. તેણે આ સિઝનની પ્રથમ મેચમાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. પેટ કમિન્સ તેની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની પહેલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યો હતો અને તેણે 14 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી હતી. આ રીતે તેણે આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાના મામલે કેએલ રાહુલના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી

  • કેએલ રાહુલ - 14 બોલ
  • પેટ કમિન્સ - 14 બોલ
  • યુસુફ પઠાણ - 15 બોલ

જો કે, એક સમય એવો આવ્યો જ્યારે પેટ કમિન્સ આ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગયો હતે. મુંબઈની ટીમે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતા કોલકાતાની ટીમે 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. તે જ 16મી ઓવરમાં પેટ કમિન્સે 4 છગ્ગા સાથે 35 રન બનાવ્યા હતા. આ ઓવર ડેનિયલ સેમ્સની હતી. કમિન્સ એ જ ઓવરના 5માં બોલ પર હવામાં લાંબો હિટ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો હતો.

કેચ આઉટ થતા પહેલા કમિન્સ 12 બોલમાં 44 રન બનાવીને રમી રહ્યો હતો. તેણે પોતાનો 13મો બોલ ફટકાર્યો અને કેચ આઉટ થયો પરંતુ નસીબની વાત હતી કે તે નો-બોલ હતો. આ રીતે કમિન્સને લાઈફ સપોર્ટ મળ્યો. આ બોલ પર કમિન્સે 2 રન બનાવ્યા હતા. પછીના બોલ પર એટલે કે ફ્રી હિટ પર તેણે 14 બોલમાં એક ચોગ્ગો ફટકારીને ફિફ્ટી ફટકારી. કમિન્સે ઓવરના છેલ્લા બોલ પર લાંબી સિક્સર ફટકારીને મેચ જીતી હતી.

Tags:    

Similar News