રાહુલ દ્રવિડ થયા હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર ફીદા,વાંચો શું કહ્યું

આઈપીએલ 2022 સીઝનમાં, હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે.

Update: 2022-06-08 04:09 GMT

આઈપીએલ 2022 સીઝનમાં, હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે IPLની ડેબ્યૂ સિઝનમાં જ પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે હાર્દિક પંડ્યાના જોરદાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, આ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી ઘણી અસરકારક રહી અને તેણે પણ સારું પ્રદર્શન કર્યું. રાહુલ દ્રવિડે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ ફરી બોલિંગ શરૂ કરી છે.

આ અમારા માટે સારો સંકેત છે. અમે જાણીએ છીએ કે, હાર્દિક પંડ્યા ટીમમાં શું યોગદાન આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, હાર્દિક પંડ્યા બોલિંગ કરે તો ટીમને ફાયદો મળે છે. આ સાથે દ્રવિડે કહ્યું કે, હું થોડા કલાકો પહેલાં જ હાર્દિકને મળ્યો હતો. ફાઈનલ રમનારા ખેલાડીઓ માટે અમે તેમને વધારાના દિવસોની રજા આપી છે. પરંતુ મને લાગે છે કે આઈપીએલમાં હાર્દિકની કેપ્ટનશીપ ખૂબ જ પ્રભાવશાળી હતી અને તેણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

Tags:    

Similar News