સ્ટાર રેસલર બજરંગ પુનિયા ચાલુ મુકાબલામાં થયો લોહીલુહાણ, માથે પટ્ટી બાંધી ફરી લડ્યો

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ હાલમાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું.

Update: 2022-09-23 08:48 GMT

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ હાલમાં થયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. જો કે એ જીત કોઈ સામાન્ય જીત નહતી, એ સમયે બજરંગ પુનિયાના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું અને એવી હાલતમાં તેને જીત મેળવી હતી. થયું એમ હતું કે ટૂર્નામેન્ટમાં ક્યુબાના એલેજાન્ડ્રો એનરિક વ્લાડેસ સામેની એમની મેચમાં બજરંગ પુનિયાને માથામાં ઈજા પંહોચી હતી અને તેને કારણે મેચ દરમિયાન જ ઘણું લોહી વહી રહ્યું હતું. જો કે ઇજા પછી બજરંગ પુનિયાને હાર ન માની અને તેઓ માથા પર પટ્ટી બાંધીને રમવા માટે બહાર આવ્યા હતા અને અંતે તેને જીત મેળવી હતી.

જણાવી દઈએ કે એ પહેલાની મેચમાં બજરંગ પુનિયા અમેરિકાના રેસલર સામે હારી ગયા હતા અને તેને કારણે ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું એ પછી એમને બ્રોન્ઝ મેડલ મેચ જીતીને દેશને ગૌરવ અપાવ્યો હતો. બજરંગ પુનિયાએ જીત પછી કહ્યું હતું કે, 'ઇજા પછી એક સમય એવો આવ્યો હતો કે મેં ન રમવાનું મન બનાવી લીધું હતું પણ મારી પત્ની સંગીતા ફોગાટે મને પ્રોત્સાહિત કર્યો હતો. મારી આ જીતમાં મારી પત્નીનું ઘણું યોગદાન છે. એ સમયે સંગીતા એ મને કોઈ પણ ઇજા નથી થઈ, માથામાં પાટો બાંધો અને ફરીથી બ્રોન્ઝ મેડલ માટે રમો.' એક મીડિયા રિપોર્ટ અનુસાર બજરંગે આગળ કહ્યું હતું કે 'સંગીતા મને ખૂબ પ્રેરિત કરે છે. જો કે ટુર્નામેંટને ફાઇટ વચ્ચે પરિવાર સાથે વાત નથી કરી શકતા પણ સંગીતા મારી સાથે રહે છે. આ વખતે ઇજા પંહોચી ત્યારે એક સમયે મને એવો અહેસાસ થયો કે જો વધારે કટ હોય તો મારે ના રમવું જોઈએ, પરંતુ સંગીતાએ મને સપોર્ટ કર્યો. આ મેડલમાં તેનું ઘણું યોગદાન આપ્યું છે.'

Tags:    

Similar News