એશિયા કપ માટે પાકિસ્તાનના પ્રવાસે જશે ટીમ ઇન્ડિયા, BCCIએ આપી સહમતિ!

ક્રિકેટ મેચની વાત આવે ત્યારે ફેન્સ માટે સૌથી રસપ્રદ અને રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાનની રહે છે.

Update: 2022-10-15 03:07 GMT

ક્રિકેટ મેચની વાત આવે ત્યારે ફેન્સ માટે સૌથી રસપ્રદ અને રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાનની રહે છે. હવે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ માટે એક મોટા અને શાનદાર સમાચાર સામે આવી રહ્યા છે.અહેવાલો મુજબ એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જઈ શકે છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની કરવાની તક મળી છે અને બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માટે તૈયાર છે. જો કે અંતિમ નિર્ણય સરકાર જ લેશે. જો ત્યાંથી મંજૂરી મળી તો ભારત 2008 બાદ આવતા વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.

ક્રિકબઝના અહેવાલમાં જણાવયા અનુસાર, 2023માં એશિયા કપ માટે ભારતની પાકિસ્તાન ટૂર જે તે સમયની સરકારની મંજૂરીને આધિન રહેશે. પરંતુ અત્યારે તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એજન્ડામાં છે. પાકિસ્તાનને 2023ના બીજા હાફમાં 50 ઓવરના એશિયા કપની યજમાની કરવાની છે, જે પછી ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે. એજીએમની નોટ અનુસાર બીસીસીઆઇ પાકિસ્તાન પ્રવાસ માટે તૈયાર છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે અવારનવાર રાજકીય તણાવ સામે આવે છે. પરીણામે રાજકીય મુદ્દાઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષિય સીરિઝ રમાઈ નથી. હવે બે કટ્ટર હરીફ ટીમો મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં જ એકબીજા સામે રમતી જોવા મળી રહી છે. જો સરકાર આવતા વર્ષે યોજાનારા એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાનના પ્રવાસે જવાની મંજૂરી આપશે તો બંને દેશોના સંબંધોમાં સુધારો થવાની આશા છે. પાકિસ્તાન આગામી સમયમાં એશિયા કપ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પણ કરવાનું છે.

Tags:    

Similar News