આઇપીએલમાં હશે બે નવી ટીમ, અમદાવાદ અને લખનઉ રમશે મહાસંગ્રામમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે.

Update: 2021-10-25 15:13 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે. આ બન્ને ટીમ વર્ષ 2022માં યોજાનારી IPLની ઈન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ બનશે.

વર્તમાન સમયમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS), દિલ્હી કેપિટલ્સ (DC),કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (MI),પંજાબ કિંગ્સ (PBKS),રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), અને સન રાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સમાવેશ થાય છે.

Tags:    

Similar News