પાકિસ્તાન ક્રિકેટની આબરૂના ધજાગરા! ન્યુઝીલેન્ડ બાદ હવે ઈંગ્લેન્ડ ટીમ પણ કરશે પ્રવાસ રદ્દ?

Update: 2021-09-18 08:08 GMT

પાકિસ્તાનના પ્રવાસે આવનારી વધુ એક ટીમ સુરક્ષાનું કારણ આગળ ધરીને પોતાના પ્લાનમાં ફેરફાર કરી શકે છે. સુરક્ષાના કારણે ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ થયા બાદ આગામી મહિને ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસને શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, બ્લેક કેપ્સ પહેલા વન-ડે માટે પોતાના હોટલના રૂમમાંથી બહાર નિકળતી ન હતી. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) કહ્યું કે, તેઓ આગામી 48 કલાકમાં નક્કી કરશે કે આવતા મહિને થનારો પ્રવાસ આગળ વધશે કે નહીં. એક પ્રવક્તાએ કહ્યું, અમે જાણીએ છીએ કે ન્યૂઝીલેન્ડની ટીમે સુરક્ષા એલર્ટનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો છે.

આ સ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે અમે પોતાની સુરક્ષા ટીમ સાથે સંપર્ક કરી રહ્યાં છે, જે પાકિસ્તાનમાં ઉપસ્થિત છે. ત્યારબાદ ઈસીબી બોર્ડ આગામી 24-48 કલાકમાં નક્કી કરશે કે અમારે પ્રવાસ આગળ વધારવાનો છે કે નહીં.

ખરેખર નાટક ત્યારે શરૂ થયુ જ્યારે સીરીઝની પ્રથમ વન-ડે રાવલપિંડી સ્ટેડિયમમાં શુક્રવારે સમયસર શરૂ થઇ ન હતી અને બંને ટીમો હોટલના પોતાના રૂમમાં રોકાઈ. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના સીઈઓ ડેવિડ વાઈટે નિવેદન જાહેર કરી કહ્યું કે, તેમને જે સલાહ મળી હતી તેને જોઈને આ પ્રવાસ આગળ ધપાવવો શક્ય નહતુ.

Tags:    

Similar News