સુરત : ધન્વંતરી રથની ગંભીર બેદરકારી સામે આવી, મહિલાનું ટેસ્ટિંગ કર્યા વગર જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આપ્યો

Update: 2021-01-27 12:37 GMT

સુરત શહેરમાં કોરાનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વરાછા વિસ્તારમાં ધન્વંતરી રથમાં મહિલાનું ટેસ્ટિંગ કર્યા વગર પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં ટેસ્ટ કર્યા વગર જ એક મહિલાને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ અપાયા હોવાનું બહાર આવ્યું છે. જોકે મોટા પ્રમાણમાં થતાં ટેસ્ટ અંગે અગાઉ પણ ધન્વંતરી રથ દ્વારા ગોબાચારી થતી હોવાના અગાઉ પણ આક્ષેપ થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટ કર્યા વગર જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આપ્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.

આ મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં ધન્વંતરી રથની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોઝિટિવ આવેલી મહિલાને ફોન કરીને પૂછવામાં આવતાં મહિલાએ કહ્યું હતું કે, મેં કોઈ ટેસ્ટ કરાવ્યો જ નથી, અને મારો કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જોકે ધન્વંતરી રથમાં કોરોના ટેસ્ટિંગના નામે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે.

Tags:    

Similar News