સુરત : કોરોના વધતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું, નિયમોનો સત્વરે પાલન કરવા આદેશ

Update: 2021-03-17 10:45 GMT

સુરત શહેરમાં વધી રહેલા કોરોના કહેરને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ, સીટી બસ ,બાગ બગીચા બંધ કર્યા બાદ હવે ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂકયો છે અને માત્ર ઓનલાઇન ક્લાસ જ શરૂ કરવા આદેશ કરાયો છે.

સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોના કહેરને અંકુશમાં લાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આજરોજ જાહેરનામું બહાર પાડી ભીડભાડવાળા રૂટ પર બીઆરટીએસ, બસ સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તો સાથે જ બાગ બગીચા સહિત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસ માત્ર ઓનલાઇન જ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ નિયમોનો ભંગ કરશે તેઓની ઉપર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Similar News