સુરત : પતિને મળવા સ્લીપર બસમાં ભાવનગર જતી પરણિતાનો કિસ્સો વાંચવા જેવો છે

Update: 2021-02-25 15:26 GMT

સામાન્ય રીતે આપણે દુરની મુસાફરી માટે સ્લીપર બસનો ઉપયોગ કરતાં હોય છે પણ સ્લીપર બસમાં કયારેક તમારી સાથે અજતગું બની શકે છે. આવું જ કઇ સુરતથી ભાવનગર પતિને મળવા જતી પરણિતા સાથે બન્યું છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરણિતા ઘરના નજીકમાં જ ચાનું વેચાણ કરે છે જયારે તેના જ ઘર પાસે જ રહેતો 20 વર્ષીય શશી જીતેન્દ્ર સોની ટેલરનું કામ કરે છે. શશી પરિણીતાના ત્યાં ચા પીવા આવતો હોવાથી તથા બંને એક જ વિસ્તારમાં રહેતાં હોવાના કારણે બંને વચ્ચે વાતચીત થતી હતી. દરમિયાન પરણિતાએ તે તેના પતિને મળવા માટે ભાવનગર જતી હોવાનું જણાવતાં શશીએ તેની સાથે ભાવનગર આવવાની તૈયારી બતાવી હતી. પરણિતા અને યુવાન બંને સુરતથી સ્લીપર બસમાં ભાવનગર જવા રવાના થયાં હતાં. દરમિયાન સ્લીપર કોચમાં એકલતાનો લાભ લઇ શશીએ  પરિણીતાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકારે પરણિતા સાથે ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પરણિતાએ બનાવ સંદર્ભમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags:    

Similar News