સુરતઃ મોબાઈલ ઝૂંટવીને ભાગવા જતાં ચોરને લોકોએ ફટકારતાં અધમૂઓ કરી નાંખ્યો

Update: 2018-09-14 05:39 GMT

લોકોએ ચોરને ફટકારતાં બેહોશ થઈ જવાથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહિલાના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ભાગતા ચોરને લોકોએ ઝડપી પાડ્યો હતો. જેને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લોકોએ ચોરને અધમુઓ કરી નાંખતા સારવાર અર્થે ખસેડ્યો હતો.

પાંડેસરામાં મહિલાના હાથમાંથી મોબાઈલ છીનવીને ભાગવા જતાં શખ્સ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. જેને લોકોએ ફટકારતાં બેહોશ થઈ ગયો હતો. જેના પગલે બાદમાં તેને સારવાર અર્થે 108 દ્વારા સુરત સિવિલ ખસેડવામાં આવ્યો હતો. ચોરને લોકોએ માર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટોળા દ્વારા ચોરને ઢોર માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

Tags:    

Similar News