સુરતના પીપલોદ વિસ્તારમાં ફિઝિયોથેરાપી કોલેજમાં ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીએ કરી ફાંસો ખાઇ આત્મહત્યા

Update: 2019-07-20 08:30 GMT

સુરતમાં પપ્પાને છેલ્લો ફોન કરી વિદ્યાર્થીનીએ ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક વિદ્યાર્થીની પીપલોદ વિસ્તારમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતી હતી. જો કે આપઘાત પાછળનું કારણ જાણી શકાયું ન હતું આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીઓ:કામરેજની વ્રજવાટીકામાં રહેતી ૧૯ વર્ષીય ડિમ્પલ નરેશભાઈ કલેશ નામની વિદ્યાર્થિની પીપલોદમાં આવેલી ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાની રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. દીકરીના મોતથી પરિવાર પણ હતપ્રત થઈ ગયું હતું.

જો કે હજુ સુધી તેના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુતપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે તેઓની દીકરીએ તેઓને છેલ્લી વખત ફોન કરી હાલચાલ પૂછયા હતા અને તેઓની દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી.તેણે આપઘાત કેમ કર્યો તે જાણી શકાયું નથી. દીકરીના આપઘાતના કારણે પિતા સહિત પરિવાર પણ આઘાતમાં સરી પડ્યા હતા.

Tags:    

Similar News