સુરત : સચિનમાં 2 યુવાનો હતા એક જ યુવતીના પ્રેમમાં પાગલ, જુઓ પછી કેવી બની ઘટના..!

Update: 2020-12-23 11:22 GMT

સુરત શહેરના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં 2 લોકો એક જ યુવતીને પ્રેમ કરતા હતા. જેથી એક મિત્રએ અન્ય મિત્ર સાથે મળી એક યુવાનની હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર બન્ને આરોપીને ઝડપી પાડ્યા છે.

સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં 2 દિવસ અગાઉ પ્રદીપ નામના યુવકનો હત્યા કરાયેલી હાલાતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપી સર્વેશ કુમાર ઉર્ફે અભય દયારામ રામ અને અનિલ ઘનશ્યામ નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બન્ને આરોપીની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક પ્રદીપ અને ઝડપાયેલો આરોપી સર્વેશકુમાર એક જ યુવતીના પ્રેમમાં હતા. જેથી સર્વેશકુમારે પ્રદીપની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આખરે પોતાના મિત્ર સાથે મળી પ્રદીપની હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે બન્ને આરોપીઓને ઝડપી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News