સુરત: મીઠાઈ વિક્રેતાએ હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી બનાવી

Update: 2019-08-14 11:21 GMT

સુરતના એક મીઠાઈ વિક્રેતાએ દેશને સમર્પિત હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી મીઠાઈ તૈયાર કરી છે.જેમાં દેશનો ભાગ સિલ્વર ફોઈલમાં જ્યારે જમ્મુ કાશ્મીરનો ભાગ ગોલ્ડ ફોઈલમાં તૈયાર કરવામાં આવ્યો છે.

સુરત ઘોડદોડ રોડ ખાતે મીઠાઈ વિક્રેતાએ દેશને સમર્પિત હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી મીઠાઈ તૈયાર કરી છે.3 દિવસની મહેનત બાદ 3 કિલો કાજુની પેસ્ટ અને ખાંડનો વપરાશ કરવામાં આવ્યો છે.કલમ 370 હટાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી આ મીઠાઈ બનાવવામાં આવી છે.

Tags:    

Similar News