સુરત:AAP દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી કરવામાં આવી જાહેર, અલ્પેશ કથીરિયા વરાછા તો ધાર્મિક મલાવીયા ઓલપાડ બેઠક પરથી લડશે ચૂંટણી

આપ દ્વારા વધુ 12 ઉમેદવારોના નામની કરવામાં આવી જાહેરાત, અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી લડશે ચૂંટણી

Update: 2022-11-07 10:37 GMT

આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જે રીતે નજીક આવી રહી છે. તે રીતે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાના ઉમેદવારોની યાદીઓ જાહેર કરી રહી છે. ત્યારે આજે આપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સુરતથી આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ 12 નામોની યાદી જાહેર કરી છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયાને સુરતની વરાછા બેઠક અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે. ભાજપના નેતા હાર્દિક પટેલના મિત્ર અને પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા થોડા દિવસો અગાઉ જ આપમાં જોડાયા હતાં. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરના ગારિયાધારમાં કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.14 મહિના જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા પાસનો ચહેરો હતાં. જે હવે આપમાં જોડાઈને વરાછા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.આજે 12 નામ જાહેર કરવાની સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી કુલ 151 નામ જાહેર કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News