સુરત: રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ,હિન્દુ સંગઠનો દ્વારા પોલીસને કરાય રજૂઆત

સુરતના રાંદેર વિસ્તારમાં અશાંતધારાનો અમલ ક્યારે?, અશાંતધારાનો અમલ ન થતો હોવાના આક્ષેપ

Update: 2022-07-30 08:16 GMT

સુરતના રાંદેર વિસ્તારમાં અશાંત ધારા હેઠળ પૂર્વ મંજૂરી વગર કેટલીક મિલકતોનું બુકિંગ વીધર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યુ હોવાને લઈને ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી.

સુરતના રાંદેરના ગોરાટ વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટીની બહાર જવેલ હાઇટ્સ નામની જાહેરાત અજાણ્યા બિલ્ડર્સ દ્વારા લગાવવામાં આવી છે. આ બિલ્ડર દ્વારા વિધર્મીઓ માટે મિલકતનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર બિલ્ડર દ્વારા વિધર્મીઓ માટે ફ્લેટનું બુકિંગ શરૂ કર્યા હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે.આ બાબતે ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સાંઈ શક્તિ સોસાયટી નજીક આજે રીતે મુસ્લિમ સમુદાયનો બુકિંગ કરવામાં આવી રહ્યું છે તેને લઈ સોસાયટીની આસપાસ 800 જેટલા હિન્દુ પરિવારો રહે છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને હવે હિન્દુ પરિવાર ધ્રુવીકરણ કરવા માટે મજબૂર થયા છે. તેથી જે બિલ્ડર દ્વારા બુકિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ અને આ બોર્ડ તાત્કાલિક હટાવવા જોઈએ

Tags:    

Similar News