સુરત : ટેક્સટાઈલ એકમો દ્વારા રૂ. 50 કરોડથી વધુની કિંમતના તૈયાર થઈ રહેલા 10 કરોડ ત્રિરંગા દેશભરમાં લહેરાશે..

સુરત શહેરના ટેક્સટાઈલ વેપારીઓને રૂ. 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધુ ત્રિરંગાનો ઓર્ડર આપવામાં આવ્યો છે..

Update: 2022-07-20 13:15 GMT

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 15મી ઓગસ્ટના દિવસે "હર ઘર ત્રિરંગા" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે દેશની અલગ અલગ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા સીએસઆર ફંડ હેઠળ સુરત શહેરના ટેક્સટાઈલ વેપારીઓને રૂ. 50 કરોડથી વધારેની કિંમતના 10 કરોડથી વધુ ત્રિરંગાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 15મી ઓગસ્ટ નજીક હોવાથી શહેરના ટેક્સટાઈલ એકમો દ્વારા સતત રાત-દિવસ મશીન ચલાવીને ત્રિરંગા બનાવવામાં આવી રહ્યા છે.

સ્કૂલો, ઓફિસો અને કંપનીઓ દ્વારા પણ સુરતના વેપારીઓને ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને દિલ્હી સહિતના વેપારીઓ અને ટ્રેડર્સો દ્વારા પણ ત્રિરંગા બનાવવા માટેના ઓર્ડર અપાયા છે. જેમાં 20 બાય 36 અને 16 બાય 24 સાઈઝના ત્રિરંગાના ઓર્ડર સૌથી વધુ છે. તો બીજી તરફ આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 50 લાખ ત્રિરંગાનો ઓર્ડર લક્ષ્મીપતિ સારીને મળ્યો છે. જેમાં કંપનીનું એક મશીન સતત ત્રિરંગા બનાવી રહ્યું છે. 15મી ઓગસ્ટ પહેલાં આ ત્રિરંગા બનાવીને ડિસ્પેચ કરવાની લક્ષ્મીપતિ ગ્રુપની તૈયારી છે.

Tags:    

Similar News