સુરત: CM ભુપેન્દ્ર પટેલે હાથમાં રાષ્ટ્રધ્વજ પકડી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો,માહોલ નિહાળી તમને પણ થશે ગર્વ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ કાપડ નગરી સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું

Update: 2022-08-04 09:03 GMT

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ કાપડ નગરી સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું

PM મોદીએ ટ્વિટ કરીને લોકોને 'હર ઘર તિરંગા અભિયાન'ને મજબૂત કરવાની અપીલ કરી છે.તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી હતી.સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રિય મંત્રી દર્શના જરદોષ, કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા હતા એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા હતા.

Tags:    

Similar News