સુરત : રોકાણના નામે યુવક સાથે છેતરપિંડી, આર.ઇ. ગોલ્ડ કંપનીના મેનેજરની ધરપકડ.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આર.ઇ. ગોલ્ડ કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરતાં પોલીસે કંપનીના મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-01-22 08:33 GMT

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આર.ઇ. ગોલ્ડ કંપનીમાં રોકાણના નામે છેતરપિંડી કરતાં પોલીસે કંપનીના મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ડિંડોલીમાં રામીપાર્ક પાસે આવેલ રીઝન પ્લાઝામાં આર.ઇ. ગોલ્ડ નામની કંપની શરૂ થતાં, તેમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેવી વાતે યુવક છેતરાયો હતો. આ યુવકને માત્ર રૂપિયા 26,400 રોકવાથી 3 મહિનામાં 80 હજાર રૂપિયા મળશે એવી વાત કરવામાં હતી, ત્યારે યુવકે કંપનીની ઓફિસમાં જઈને સ્કીમ સમજીને રકમ જમા કરાવી હતી. જોકે, 3 મહિના બાદ રૂપિયા લેવા આવતા પરત મળ્યા ણ હતા. આ મામલે યુવકે ઠગબાજ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે આર.ઇ. ગોલ્ડ કંપનીના મેનેજર અજય ચીરજીલાલા કઠેરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે હાલ તો આ કૌભાંડમાં કરોડો રૂપિયાનો આંકડો પહોંચી શકે તેવી શક્યતા દર્શાવાય છે.

Tags:    

Similar News