સુરત : પોંગલ પહેલા વરસાદથી ટેકસટાઇલ માર્કેટમાં ચિંતાની લકીરો, વેપાર ઘટવાની શકયતા

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પુરની સ્થિતિ છે. તામિલનાડુના પુરની અસર સુરતમાં જોવા મળી રહી છે.

Update: 2021-11-14 10:46 GMT

દક્ષિણ ભારતના સૌથી મોટા તહેવાર પોંગલ પહેલાં જ તામિલનાડુમાં પુર અને વરસાદના કારણે સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પુરની સ્થિતિ છે. તામિલનાડુના પુરની અસર સુરતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ભારતીયો માટે સૌથી મોટો પોંગલનો તહેવાર આવી રહયો છે અને સુરતના ટેકસટાઇલના ઉદ્યોગકારો અને વેપારીઓ નવેમ્બર મહિનાથી પોંગલ માટે કાપડ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતાં હોય છે. દિવાળી બાદ પોંગલમાં પણ સારો ધંધો થવાની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું છે. ફોસ્ટાના ડાયરેક્ટર રંગનાથ સાડાએ જણાવ્યું હતું કે હવે લગ્નસરા અને પોંગલની સિઝન છે પોંગલની સિઝનમાં અમે લોકો વર્ષમાં 1200 કરોડ રૂપિયાનો વેપાર કરતા છે. આંધ્રપ્રદેશ,તેલંગાના, તામિલનાડુ કર્ણાટક,કેરલા મળી કુલ પાંચ રાજયોમાં અમે વેપારી કરીએ છીએ. હાલની સ્થિતિ જોવા જઈએ તો તામિલનાડુમાં લગાતાર વરસાદ વરસી રહ્યો છે તામિલનાડુમાં 300 કરોડ રૂપિયાનો વેપાર હોય છે બાકી અન્ય રાજ્ય મળીને 1200 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. જો વરસાદ નહિ અટકે તો અમને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે.

Full View

Tags:    

Similar News