સુરત: ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત 300થી વધુ બહેનોને લાભ અપાયો

Update: 2021-10-19 11:06 GMT

રાજ્ય સરકારની ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત ઉધના મામલતદાર દ્વારા ગંગાસ્વરૂપ બહેનોને એક જ સ્થળે બોલાવી વિધવા સહાય કેમ્પ યોજી 300થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત ઉધના મામલતદાર વાય જી મહેતા દ્વારા 300થી વધુ બહેનોને ઉધના ખાતે આવેલ એકેડેમી હાઈસ્કુલના હોલમાં બોલાવી તેઓને ગંગા સ્વરૂપ યોજનાના ઓર્ડર આપ્યા હતા આ યોજના અંતર્ગત તમામ બહેનોને રાજ્ય સરકાર વતી 1250 રૂપિયા આર્થિક સહાય પેટે આપવામાં આવશે તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના 32 વૃદ્ધોને વૃદ્ધ પેન્શનના ઓર્ડર કરી સહાયતા આપવામાં આવી હતી આ યોજનાનો લાભ લેવા આવેલા બહેનોએ સરકારનો આભાર વ્યક્ત કરી તેમજ કોઈપણ ધક્કાખાવા વગર એક જ સ્થળે તેઓને ગંગા સ્વરૂપ યોજનાનો લાભ મળતા ઉધના મામલતદાર અને ઉધના વિધાનસભાના ધારાસભ્ય વિવેક પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો

Tags:    

Similar News