સુરત : પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નીપજવનાર નરાધમ ઝડપાયો

સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.

Update: 2021-11-08 15:55 GMT

સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહાર નો વતની છે અને સુરતના પાંડેસરા માં ભગવતી નગર માં રહી ફેક્ટરી માં કામ કરતો હતો.આરોપી ને ઝડપભેર સજા મળે 5એ માટે પોલીસ ઝડપી ચાર્જશીટ દાખલ કરશે અને કડક સજા થાય તે માટે કામગીરી કરશે..

Full View

દિવાળીના દિવસે મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષ ની માસૂમ નું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચારી હત્યા કરી ફરાર થઈ ગયો,ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યો હતો.100 પોલીસ કર્મીની ટીમ બનાવી માસૂમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, દરમિયાન પોલીસને માસૂમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હતી.ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી. આરોપી ગુડડું માસૂમને લઈ જતા નજરે પડ્યો હતો, આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના મોબાઈલમાં પોર્ન ફિલ્મ મળી આવી છે. જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરએ જણાવ્યું છે કે ચાર્જશીટ ઝડપથી થાય તે માટે કામગીરી કરવામાં આવશે, તથા ઝડપથી કેસ ચાલે તે માટે પ્રયત્ન કરાશે.

Tags:    

Similar News