સુરત; કાળમુખા ડમ્પરના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતાં 14 વર્ષીય તરુણનું મોત, મામીનો જન્મદિવસ ઉજવી ઘરે જઈ રહ્યા હતા ભાઈ બહેન
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
સુરતના પાલ વિસ્તારમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેથી સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના પુત્રનું ડમ્પર નીચે કચડાઈ જતા મોત નીપજ્યું હતું. જયારે તેમની પુત્રી રસ્તા પર પટકાઈ હતી. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
સુરત ભાજપના વોર્ડ નંબર-9ના સિનિયર કાર્યકરના સંતાનો 14 વર્ષીય ભવ્ય અને તેની બહેન તેના મામીનો જન્મદિન ઉજવવા ગયા હતા અને ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.