સુરત : પિતાએ જ પુત્ર પર લાયસન્સવાળી રિવોલ્વરમાંથી કર્યું ફાયરિંગ, કારણ જાણી ચોંકી ઊઠશો..!

સુરત જિલ્લાના કામરેજ પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ઇસમનું નામ ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયા જે એક્સ આર્મી મેન છે.

Update: 2022-08-19 09:42 GMT

એક એવી ઘટના જ્યાં પિતાએ મજબૂરીમાં પોતાના જ પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. અભ્યાસને લઈને પુત્રને ઠપકો આપતા પુત્રએ પિતાના માથા પર વાઈપર મારી દેતા ઉશ્કેરાયેલા પિતાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી મારી દેતા પુત્ર ઇજાગ્રસ્ત થયો હતો.

સુરત જિલ્લાના કામરેજ પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ ઇસમનું નામ ધર્મેન્દ્ર ઓમપ્રકાશ સાકીયા જે એક્સ આર્મી મેન છે.ધર્મેન્દ્ર સાકીયા કામરેજના વાવ ખાતે આવેલી ચંદ્રદર્શન સોસાયટીમાં પત્ની અને 2 બાળકો સાથે રહે છે. પણ દીકરાના કારણે પિતાએ જેલમાં જવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે, સોમવારની રાત્રે ધર્મેન્દ્ર સાકીયા પોતાના ઘરે આવ્યા, ત્યારે તેમનો મોટો પુત્ર મોબાઈલમાં વ્યસ્ત હોવાથી અભ્યાસ મુદ્દે ઠપકો આપ્યો હતો. જોકે, પુત્ર પ્રિંસે ઉશ્કેરાઈ જઇ પોતાના પિતાના માથામાં પોતું મારવાનું વાઈપર મારી દેતા પિતા પણ ઉશ્કેરાયા હતા. જેમાં પિતા ધર્મેન્દ્ર સાકીયાએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પુત્ર પર ફાયરિંગ કરી દેતા પુત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જોકે, પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુના પડોશી દોડી આવી ધર્મેન્દ્ર સાકીયાના હાથમાંથી રિવોલ્વર ઝૂંટવી લીધી હતી. જોકે, મામલો થાળે પડતાં ઇજાગ્રસ્ત પુત્રને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસે ગુનો નોંધી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News