સુરત: અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાં આજથી આપવાનું શરૂ

અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે.

Update: 2023-04-17 06:50 GMT

અમરનાથ યાત્રા જવા માટે જરૂરી ફિટનેસ સટફિકેટ આજથી સુરત નવી સિવિલમાં આપવાનું શરૃ થઈ ગયું છે. સર્ટિફિકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓની લાઈનો જોવા મળી રહી છે.

અમરનાથ યાત્રામાં જનારા યાત્રાળુઓને સરકાર દ્વારા સરકારી હોસ્પિટલ માંથી મેડિકલ ફિટનેસ સટફિકેટ ફરજિયાત કર્યું છે. સુરત શહેરની આસપાસ વિસ્તારોમાંથી ગત વર્ષે ૩૦૦૦થી વધુ યાત્રાળુઓ મેડિકલ ફિટનેસ સર્ટી માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.આજથી નવી સિવિલમાં જુના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોર પર અમરનાથ યાત્રા અર્થે મેડિકલ ફિટનેસ સટફિકેટ આપવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.જોકે ત્યાં સવારે ૯ થી બપોર ૧૨ વાગ્યા સુધી ફિટનેસ અંગેની કામગીરી ચાલુ રહેશે. જ્યારે અમરનાથ યાત્રાળુઓને તકલીફ નહીં પડે તે માટે ત્યાં કેસપેપર બારી,ઈ. સી. જી મશીન અને ડોકટર સહિતના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 

Tags:    

Similar News