સુરત : જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર કરનાર વાંકલના જવાનને શૌર્ય પદક, ગામમાં ઉત્સવનો માહોલ

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, વાંકલના જવાને જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર માર્યા.

Update: 2021-09-03 11:54 GMT

જમ્મુ-કાશ્મીરના સોફિયાન જિલ્લામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામના અને દેશની સેનામાં ફરજ બજાવતા જવાને જૈસે-એ-મહોમદ આતંકી સંગઠનના 2 આતંકીઓને ઠાર કરી શોર્યપદક લઈને પોતાના વતન પરત આવતા ગ્રામજનોએ જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

માંગરોળ તાલુકાના વાંકલ ગામના બકુલકુમાર દલપતભાઈ ગામીત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં (CRPF)માં છેલ્લાં 8 વર્ષથી સેવા આપે છે. તેઓ વર્ષ 2019ની 26મી જુલાઈએ જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લામાં આતંકી છુપાયા હોવાની ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં વાંકલના યુવક બકુલકુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ જૈસે-એ-મહોમદ સંગઠનના 2 જેટલા આતંકીને ઠાર કરી દીધા હતા.

દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ દરમ્યાન ઊચ્ચ અધિકારીઓ હસ્તે શોર્ય પદક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, ત્યારે ગામના જ યુવાને આંતકીઓને ઠાર માર્યા હોવાની જાણ થતા જ ગામલોકોની છાતી ગજગજ ફુલવા લાગી હતી. ફોજી જવાન દિલ્હીથી વતન વાંકલ ગામ પરત આવતા ગામમાં ઉત્સવના માહોલ સાથે ગામલોકોએ જવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Tags:    

Similar News