તાપી : ઉકાઇ - માંડવી રોડ પર યુવતી નદીમાં કુદવા જતી હતી, પણ SP બનીને આવ્યા દેવદૂત

Update: 2021-01-23 14:05 GMT

પોલીસએ પ્રજાનો મિત્ર હોય છે તે ઉકિતને તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારે સાબિત કરી બતાવી છે. તણાવમાં આવી તાપી નદીમાં કુદવા જઇ રહેલી યુવતી પર તેમની નજર પડતાં તેમણે પોતાની ગાડી રોકાવી યુવતીને મોતની છલાંગ મારતાં રોકી લીધી હતી. આટલું જ નહિ તેમણે યુવતીને સમજાવી અને તેના પરિવારને હેમખેમ સોંપી હતી.




તાપી જીલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજુમદારનાઓ ઉકાઇ પોલીસ સ્ટેશન વિસ્તારની સરપ્રાઇઝ વિઝીટમાં નીકળ્યાં હતાં. દરમિયાન તેમની ગાડી ઉકાઇ - માંડવી રોડ પર તાપી નદી ઉપર આવેલાં હીંદુસ્તાન પુલ નજીકથી પસાર થઇ રહી હતી. ગાડીમાં બેઠેલાં એસપી સુજાતા મજમુદારની નજર એક યુવતી પર પડી હતી. યુવતી રડતી રડતી પુલ તરફ જઇ રહી હતી. તેમણે તાત્કાલિક ગાડી રોકાવી યુવતી પાસે પહોંચી ગયાં હતાં. તેમણે યુવતીને પકડીને પોતાની ગાડીમાં બેસાડી સાંત્વના આપી હતી. યુવતીએ તણાવમાં આવી તાપી નદીના પુલ ઉપરથી કુદી આત્મહત્યા કરવા જઇ રહી હોવાનું જણાવ્યું હતું. સુજાતા મજમુદારે માનવીય અભિગમ દાખવી સમજાવટથી ભવિષ્યમાં આવુ અઘટીત પગલુ ન ભરવા સમજ આપી હતી. તેમજ કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો પોતાને જાણ કરવા જણાવ્યું હતું. આટલેથી નહિ અટકતાં તેમણે યુવતીના પરિવારનો સંપર્ક કરી યુવતીને તેના પરિવારને હેમખેમ સોંપી હતી. એસપીના હો્દા પર રહેલાં મહિલા પોલીસ અધિકારીએ માનવીય અભિગમ ધરવતુ અને અમુલ્ય માનવ જીંદગી બચાવી પોલીસનું સમાજનાં રક્ષક તરીકેનું બિરૂદ સાર્થક કરતી પ્રસંશનીય કામગીરી કરી છે. પોલીસબેડામાં તેમની કામગીરીની સર્વત્ર પ્રશંસા પણ થઇ રહી છે.

Tags:    

Similar News