કોરોના વેક્સિનની પહેલી ખેપ SIIથી થઈ રવાના, 6 ફ્લાઈટ્સમાં કોવિશિલ્ડને 13 અલગ અલગ સ્થાનોએ પહોંચાડાશે

Update: 2021-01-12 03:34 GMT

દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે ત્યારે મંગળવારે સવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી પુનાના પ્રોડક્શન સેન્ટરથી કોવિશિલ્ડની પહેલી ખેપ સુરક્ષા સાથે રવાના કરાઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાન વેક્સિન કોવિશિલ્ડને પણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર એક કરોડ 10 લાખ ડોઝનો છે. ઓર્ડરના આધારે વેક્સિનના દરેક ડોઝની કિંમત 200 રૂપિયા છે અને 10 રૂપિયા જીએસટી સાથે કુલ કિંમત 210 રૂપિયાની રહેશે.

https://twitter.com/ConnectGujarat/status/1348814106816507904?s=20

કોવિશિલ્ડ વેક્સિનના બોક્સને પુના એરપોર્ટ લઈ જવા માટે 3 કંટેનર ટ્રક બોલાવાઈ હતી. આ ટ્ર્કમાં વેક્સિનને 3 ડિગ્રી તાપમાને રાખીને પુના એરપોર્ટ લઈ જવાઈ હતી. અહીંથી કુલ 6 ફ્લાઇટ્સમાં કોવિશિલ્ડ વેક્સિનને પુનાના 13 અલગ અલગ સ્થળોએ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ માટે રવાના થશે પછી દિલ્હીથી વેક્સીન અલગ અલગ ભાગમાં પહોંચાડવામાં આવશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ટ્વિટ કરીને કહ્યું કે કોવિશિલ્ડ વેક્સિનને માટે પબ્લિક સેન્ટરની કંપની HLL લિમિટેડે સરકારની તરફથી ઓર્ડર જાહેર કર્યો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ 3 જાન્યુઆરીએ કોવિશિલ્ડને મંજૂરી આપી હતી. અઠવાડિયામાં કોવિશિલ્ડની એક કોરડથી વધારે ડોઝના સપ્લાય કરી શકાય છે. શરૂઆતમાં વેક્સીનના જોઢ 60 પોઈન્ટ પર પહોંચાડાશે. ત્યાંથી તે આગળ મોકલાશે. હેલ્થ મિનિસ્ટ્રી જલ્દી જ ભારત બાયોટેકની કોવેક્સીનને માટે પણ વેચાણના આદેશ પર સાઈન કરી શકે છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે શરૂઆતમાં વેક્સીનના ડોઝ 60 અલગ અલગ પોઈન્ટ પર મોકલાશે, અહીંથી તે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આગળ મોકલાશે. ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. વેક્સિનને દેશના દરેક જિલ્લા સુધી પહોંચાડવા માટે અને તેની લાઈવ ટ્રેકિંગ માટે ઓનલાઈન પ્લેટફોર્મ કોવિન એપ તૈયાર કરાઈ છે. કોવિનની મદદથી લોકોના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરાઇ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેક્સિન લગાવતા પહેલાં કોવિનની મદદથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

Tags:    

Similar News