કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વસ્થ થયા આજ રોજ AIIMS માંથી અપાઈ રજા

Update: 2020-08-31 06:39 GMT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાને માત આપી 12 દિવસ બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. તેઓને સોમવારે દિલ્હીની એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કોરોનામાંથી ઠીક થઈ ગયા છે.

અમિત શાહે  2 ઓગસ્ટના રોજ  ટ્વિટ કરીને કહ્યું હતુ કે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કોરોના થવાને કારણે તેઓ આઈસોલેશનમાં હતા અને સતત આ બિમારીની સારવાર કરાવી રહ્યા હતા. આ બાદ તેમને  ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા. જ્યાંથી તેઓના સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી હતી.

અમિત શાહ ફરી કોરોનાથી સંક્રમિત થતા પોતાના ઘરે આઈસોલેશનમાં હતા. પરંતુ 18 ઓગસ્ટના રોજ હળવા તાવની ફરિયાદ બાદ ફરી દિલ્હી એમ્સમાં ભરતી થયા હતા. અને અહી 12 દિવસ સુધી સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા છે અને દિલ્હીની AIIMS હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે.  

Tags:    

Similar News