વડોદરા : સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે પોલીસ બેન્ડ વૃંદોએ દેશભક્તિ ગીતોની સુરાવલીઓ વહાવી

Update: 2021-01-18 13:06 GMT

વડોદરા શહેરના સયાજીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે પોલીસ બેન્ડ વૃંદોએ દેશભક્તિ ગીતોની સુરાવલીઓ વહાવી હતી. જેમાં સંરક્ષણ મંત્રાલયના રાષ્ટ્રીય કક્ષાના લાઈવ બેન્ડ કોન્સર્ટ હેઠળ શહેરીજનો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ચેતના જગાવવા વડોદરા ખાતેના હથિયારી એકમોના નાયબ પોલીસ મહા નિરીક્ષક ડો. એમ.કે.નાયકના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા સૂચિત રાષ્ટ્રિય કક્ષાના લાઈવ બેન્ડ કોન્સર્ટના ભાગરૂપે ગુજરાત પોલીસની ત્રણ બેન્ડ વાદક ટુકડીઓના લાઈવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે નાયબ પોલીસ અધિક્ષક હેતલ પટેલે જણાવ્યું હતું કે, સયાજી બાગમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ગુજરાત પોલીસના એસ.આર.પી. દળોના વાલિયા (ભરૂચ), ગોધરા અને વડોદરાના બેન્ડ વૃન્દો ભાગ લઈને દેશભક્તિ ગીતોની સુમધુર અને જોશીલી સુરાવલીઓ વહાવી હતી, ત્યારે સમગ્ર વાતાવરણને દેશભક્તિ રસમાં તરબોળ કરી દીધું હતું. નાગરિકોએ આ દેશ પ્રેમની ભાવના સભર સંગીત જલસાને માણવાની સાથે વાદકોને પ્રોત્સાહિત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Tags:    

Similar News