વડોદરા:કોરોના વેક્સિન લીધા બાદ સફાઈ કામદારનું શંકાસ્પદ મોત,જુઓ પરિવારજનોએ શું કર્યા આક્ષેપ

Update: 2021-01-31 12:48 GMT

વડોદરા મહાનગર પાલિકાના સફાઈ કામદારનું કોરોનાનની રસી લીધા બાદ બે કલાકમાં શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને વેક્સિનના કારણે જ મોત થયું હોવાના આક્ષેપ કર્યા હતા

રાજયભરમાં આજથી કોરોના વેકસીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે અને ઉચ્ચ અધિકારીઓએ રસી મુકાવી હતી ત્યારે વડોદરાથી ચિંતાજનક સમાચાર મળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ કરતાં કર્મચારી જિગ્નેશ સોલંકીએ એસ.એસ.જી.હોસ્પિટલમાં રસી મુકાવી હતી. રસી મુકાવ્યા બાદ બે કલાક સુધી તેઓ સામાની પરિસ્થિતીમાં હતા પરંતુ અચાનક જ તેમનું મોત નીપજયું હતું. મોતના સમાચાર મળતા જ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ સાથે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે રસી લેવા માટે તંત્ર દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અને રસીના કારણે જ તેમનું મોત નીપજયું છે

આ તરફ સમગ્ર મામલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સફાઈ કામદારના મોતનું સાચું કારણ જાણવા તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ક્રવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . તબીબોએ જણાવ્યુ હતું કે મૃતકને 3 વર્ષ પૂર્વે હ્રદયની બીમારી હતી અને તેનો કોરોના રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ હતો ત્યારે હવે RTPCR ટેસ્ટ કરાવવામાં આવશે અને મોતના સાચા કારણની તપાસ કરાશે. જો કે પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું

Tags:    

Similar News