રાજકોટના પરિવારને કડવો અનુભવ..! : વડોદરા સેન્ટ્રલ જેલમાં રમઝાન ઇદને લઈ પરિવારના સભ્યને મળવા ન દેતા આક્રોશ...

અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો.

Update: 2024-04-11 09:33 GMT

વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં વાર-તહેવારે સજા કાપી રહેલ બંદીવાનોને પોતાના પરિવારો મળવા આવતા હોય છે, ત્યારે આજે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વડોદરા સહિત અન્ય શહેરમાંથી ઇદનો તહેવાર હોવાથી સજા કાપી રહેલ પરિવારને મળવા આવ્યા હતા.

જોકે, તેઓને સજા કાપી રહેલ બંદીવાનને મળવા ન દેતા તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોથી આવેલ પરિવારના મહિલા સભ્યએ જણાવ્યું હતું કે, આજે હું રાજકોટથી પરિવારના સભ્યોને મળવા આવી છું, અને મળવા દેવામાં આવતું નથી. અમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો. અમે ગઈકાલે નીકળ્યા હતા, અને સવારે 8 વાગ્યાના અહીંયા આવ્યા છીએ.

અમને મળવા દેવામાં આવતા નથી, અમે એક મહિનાથી ઇદની રાહ જોઇનેઅમને ઉપરથી મનાઈ હોય તો અમને પ્રુફ બતાવો અથવા પરિવારના સભ્ય મળવા દો. બેઠા હતા. તો બીજી તરફ, જેલ અધિક્ષકે જણાવ્યુ હતું કે, આજે જેલ રજા છે, અને કોઈ સ્પેશીયલ પરમિશન પણ નથી.

Tags:    

Similar News