વડનગરી વડોદરામાં અમદાવાદના કલાકારોએ વડને ઇકો ફ્રેન્ડલી કલરથી સુશોભિત કર્યા, પર્યાવરણવાદીઓમાં ઉદાસીનતા..!

વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.

Update: 2023-05-18 11:06 GMT

વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે. રસ્તાની બન્ને તરફ વડોની કતાર લાગેલી જોવા મળે છે, ત્યારે આ તમામ વડને અમદાવાદના ખાસ કલાકારો દ્વારા સુશોભિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરના 22 જેટલા વડને ઇકો ફ્રેન્ડલી કલર તથા કોટનના કાપડથી સુશોભિત કરાયા છે.

વડોદરા શહેરની ઓળખ વડ છે, એટલા માટે વડનું મહત્વ વધારવા માટે અને શહેરીજનો ધરોહર જેવા વડની સંભાળ કરે તે હેતુસર અમદાવાદના કલાકારો દ્વારા વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્કારી નગરી વડોદરા વડ અને તેની વડવાઈઓથી તો સુંદર છે જ, પરંતુ તેને સુશોભિત કરીને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક તરફ કલાકારો વડને સુશોભિત કરાય રહ્યા છે. તો બીજી તરફ, પર્યાવરણવાદીઓએ ઉદાસીનતા દાખવી છે. એમના કહેવા મુજબ વડ પોતે જ શહેરની સુંદરતામાં વધારો કરે છે. અને શહેરના લોકો ભલીભીત જાણે છે કે, વડ કોને કહેવાય. એના માટે વડને રંગવાની જરૂર નથી. ગમે એટલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે, છતાં પણ એ કુદરતી સુંદરતાને નષ્ટ કરવાનું પગલું છે. આવી મુર્ખતા ક્યારેય ન કરવી જોઈએ, જેનાથી પ્રકૃતિને નુકસાન થાય. વડ અને તેની વડવાઈઓ આ એક પ્રકૃતિની અદભુત રચના છે. જેને કલર કરીને કે, કપડાં વિટાડીને નષ્ટ કરવી ન જોઈએ. લોકોએ જાગૃત થઈને આ પ્રકારના કાર્યોને અટકાવવા જોઈએ. હવે આ બંને માંથી યોગ્ય શું છે, એ વડોદરાવાસીઓએ નક્કી કરવાનું છે..!

Tags:    

Similar News