“NO TILAK, NO ENTRY” : વડોદરાના નવલખી મેદાનમાં ખેલૈયાઓએ ફરજિયાત તિલક કરીને જ રમવા પડશે ગરબા..!

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.

Update: 2023-10-15 10:36 GMT

નવલી નવરાત્રીના પ્રારંભ પૂર્વે સંસ્કારી નગરી વડોદરાની ગરવી પરંપરારૂપે શહેરના નવલખી મેદાનમાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને કપાળે તિલક વગર પ્રવેશ મળશે નહીં તેવું ફરમાન જારી કરી બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે.

વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. જેનું પાલન ફરજિયાત કરવાની સૂચના પોલીસ કમિશનર દ્વારા ગરબા મહોત્સવના આયોજકોને આપી દેવામાં આવી છે. આ દરમ્યાનમાં, શહેરના નવલખી મેદાનમાં VNFના નામે જાણીતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોએ ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિર્ણય કર્યો છે. જેમાં નવલખી મેદાનમાં ગરબે ઘૂમવા આવતા તમામ ખેલૈયાઓએ ફરજિયાત પોતાના કપાળે તિલક કરીને જ ગરબા રમવા પડશે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નવલખી મેદાન ખાતે ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે તિલક વગર પ્રવેશ નિષેધ તેવી સ્પષ્ટ સૂચના આપતા બોર્ડ પણ પ્રવેશદ્વાર ખાતે લગાવી દેવામાં આવ્યા છે.

Tags:    

Similar News