વડોદરામાં “પોસ્ટર વોર” : ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરાતા BJPમાં નારાજગી, ઠેર ઠેર પોસ્ટર લાગ્યા...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે.

Update: 2024-03-20 08:57 GMT

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે. તો બીજી તરફ, ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો લાગતાં ચકચાર મચી ગઈ છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મોટાભાગના ભાજપ હોદ્દેદારો-કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબ ભટ્ટને આશ્ચર્યજનક રીતે ત્રીજી વખત રિપીટ કરાતાં જ ભાજપમાં નારાજગીનું વાવાઝોડું ફૂંકાવાની શરૂઆત થઇ હતી. એમાં સૌથી પહેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો. જ્યોતિ પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધનું રણશિંગું ફૂંક્યું હતું. જોકે, કહેવાતી અને બેધારી નીતિ અપનાવવામાં ભાજપ દ્વારા તેમને ગણતરીના કલાકોમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતાં BJPમાં ભારે નારાજગી જોવા મળી છે. ધારાસભ્યના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતાં બેનરો લાગતાં ચકચાર મચી છે. વાહનોથી ધમધમતા અને ધારાસભ્ય મનીષા વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલી સોસાયટી બહાર વડોદરા બેઠકના ઉમેદવાર રંજન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લાગેલાં બેનરો જોઈ શહેરીજનો પણ ચોંકી ઊઠ્યા હતા. જોતજોતાંમાં રંજન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતાં લાગેલા બેનરોની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં કેટલાંક વિરોધી જૂથ અને સમર્થક જૂથો દોડી આવ્યા હતા.

Tags:    

Similar News