વડોદરા: વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ વરઘોડાનું આયોજન,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

Update: 2023-11-23 08:36 GMT

વડોદરાના ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

વડોદરાના ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે 214મો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો.પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન સાથે શ્રધ્ધા અને ઉમંગભેર નિકળેલા ભગવાનના આ 214માં વરઘોડાનો ઢોલત્રાંસા, બેન્ડવાજા અને શહનાઇની ધૂન સાથે મંદિર પરિસરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.વરઘોડામાં ભજનમંડળીઓ શ્રદ્ધાળુઓ, ભક્તો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.નિજ મંદિરેથી વરઘોડાનુ પ્રસ્થાન કરાવતા અગાઉ રાજવી પરિવારમાંથી રાજમાતા શુભાંગીની રાજે ગાયક્વાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, સહીત રાજકીય ક્ષેત્રોના અગ્રણીઓ જોડાયા હતા.

Tags:    

Similar News