વડોદરા : 5500 આઇસ્ક્રીમ સ્ટિકથી કલાકારે તૈયાર કરી Burj Khalifa ની પ્રતિકૃતિ, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ.

યુવાને કોરોનાના સેકન્ડ વેવ્ઝમાં સખત જહેમત ઉઠાવી 5500 આઇસીમ સ્ટીકનો ઉપયોગ કરી 10 ફૂટ ઊંચી અને 35 કિલો વજન ધરાવતી બુર્ઝ ખલિફાની પ્રતિકૃતિ બનાવી છે

Update: 2022-05-17 07:40 GMT

વડોદરા શહેરના યુવાને કોરોનાના સેકન્ડ વેવ્ઝમાં સખત જહેમત ઉઠાવી 5500 આઇસીમ સ્ટીકનો ઉપયોગ કરી 10 ફૂટ ઊંચી અને 35 કિલો વજન ધરાવતી બુર્ઝ ખલિફાની પ્રતિકૃતિ બનાવી છે, ત્યારે હાલ તો બુર્ઝ ખલિફાની પ્રતિકૃતિએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારના વિશાલ નગરમાં રહેતા દિપક લખીચંદ રાજાએ કંઇ નવું કરવાની તમન્નાને સખત જહેમત બાદ સાકાર કરી છે. કોરોના કાળના બીજા તબક્કે નવરાપ બેસી રહેવાને બદલે 5500 આઇસ્ક્રીમ સ્ટીકને ફેવિકોલથી ચિપકાવી દુબઇ ખાતેના બુર્ઝ ખલિફાની 10 ફુટ ઊંચી પ્રતિકૃતિ બનાવી છે. વિશ્વની 123 ફુટ ઊંચી કલાત્મક ઇમારતની પ્રતિકૃતિ તૈયાર કરી લાઇટ ચેંજિંગ કલર કર્યો છે. જેમાં, હવે મેઘધનુષી લાઇટીંગ કરવાનું કામ જારી છે. દિવસ દરમિયાન વેપાર-ધંધામાંથી સમય મળતો ન હોઇ કંઇક નવું કરવાની ઇચ્છાને ફળિભૂત કરવા મધરાતથી પરોઢ સુધી બુર્ઝ ખલિકા બનાવવામાં દિપક રાજા મગ્ન રહેતો હતો. વૈયર ઇફેક્ટ ન થાય તે માટે કેમિક પ્રોસેસ કરાતી હોવાનું પણ ઉમેર્યું હતું. શાળાના બાળકોને કંઇક પ્રેરણા મળે એવા ઉદ્દેશથી શહેરીજનો માટે બુર્ઝ ખલિફાની પ્રતિકૃતિ ખુલ્લી મુકાશે. કલા અને શોખ માટે સમય ફાળવવાથી તન-મન તંદુરસ્ત રહે છે, જે સાથે રચનાત્મક વિચારધારા પણ ફુલેફાલે છે. એવી વાત પણ વડોદરા શહેરના કલાકારે દોહરાવી હતી.

Tags:    

Similar News